જયપુર: રાજસ્થાન (Rajasthan) માં રાજકીય ડ્રામા ચાલુ છે. આ રાજકીય ડ્રામાનો અંત ક્યારે થશે તે તો સમય જ જણાવશે. પરંતુ એ પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો આ સમગ્ર મામલે કેન્દ્રમાં આવી ગયા છે. જેમણે છેલ્લી ઘડીએ પોતાની નિષ્ઠા બદલીને સચિન પાયલટના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ. જેના દમ પર તેઓ અશોક ગેહલોતની સરકાર પાડવા માંગતા હતાં. આ બાજુ આદે રાજસ્થાનના રાજકારણમાં રોમાંચક દિવસ બની રહેવાની શક્યતા પણ છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશી દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને પક્ષપલટા કાયદા હેઠળ અપાયેલી નોટિસ પર હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. જેને લઈને રાજ્યમાં પાયલટ અને ગેહલોત 'જંગ'નો ક્લાઈમેક્સ ગણવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ત્રણ ધારાસભ્યો છે દાનિશ અબરાર, ડિડવાડાથી ધારાસભ્ય ચેતન દૂદી અને રાજખેડાના ધારાસભ્ય રોહિત બોહરા. દિવંગત સાંસદ અબરાર અહેમદના પુત્ર દાનિશ અબરાર દિલ્હીમાં કોંગ્રેસના એક કદાવર નેતાના નીકટ ગણાય છે. આ ત્રણેય ધારાસભ્યો પાયલટના ખુબ ખાસ ગણાતા હતાં અને તેઓ પહેલા દિવસે પોતે જાતે દિલ્હી આવ્યાં હતાં પરંતુ ત્યારબાદ પાછા ફરી ગયાં. 


અન્ય એક ધારાસભ્ય છે ભંવરલાલ શર્મા જેમનો ઓડિયો ક્લિપ લીક થયો છે. જેમાં તેઓ ભાજપના એક નેતા સાથે કથિત રીતે સોદાબાજી કરતા સંભળાઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ત્રણેય ધારાસભ્યો એઆઈસીસી (AICC)ના એક ટોચના પદાધિકારીના હસ્તક્ષેપ બાદ જયપુર પાછા ફરી ગયાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube